એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી $5\;ms^{-1} $ ના વેગથી અને સમક્ષિતિજ સાથે $\theta $ કોણે ફેંકવામાં આવે છે. બીજા ગ્રહ પરથી બીજા પદાર્થને તેટલા જ કોણે અને $3\;ms^{-1}$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો ગ્રહ પરથી ફેંકેલા પદાર્થનો ગતિપથ, પૃથ્વી પરથી ફેંકેલા પદાર્થના ગતિપથને બઘી જ રીતે સમાન છે. આપેલ ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ($m/s^2$ માં) કેટલું હશે? (આપેલ $g = 9.8 \,m s^{-2}$)
$3.5 $
$5.9 $
$16.3 $
$110.8$
$15^o$ ના ખૂણે $u$ વેગથી ફેંકેલા પદાર્થની અવધિ $R$ છે.તો તે પદાર્થને $45^o$ ના ખૂણે $2u$ વેગથી ફેંકતા પદાર્થની અવધિ કેટલી મળે?
પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં આપણે હવાના અવરોધને અવગણીએ છીએ જેથી પરવલયાકાર ગતિપથ મળે છે. જો હવાના અવરોધને ગણતરીમાં લઈએ તો આ ગતિપથ કેવો મળશે ? અને તેનો ગતિપથ પણ દોરો. આવો ગતિપથ દર્શાવવા માટેનું કારણ આપો.
કણ માટે પ્રક્ષીપ ગતિનુ સમીકરણ $y =\sqrt{3} x -\frac{ gx ^2}{2}$ હોય તો પ્રક્ષિપ્તકોણ ......... $^o$ હશે.
પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ મહત્તમ ઊંચાઇએ વેગ શરૂઆતના વેગ $u$ થી અડધો હોય તો અવધિ કેટલી થાય?
આપેલા વેગ માટે મહત્તમ અવધિ મેળવવા માટે પદાર્થને સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે પ્રક્ષિપ્ત કરવો પડે ?